સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

મોરબીમાં કોરોનાના નવા ૦૭ કેસ નોંધાયા : વધુ ૦૨ દર્દી સ્વસ્થ થયા

જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૨૩ થયો : તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૫ કેસ અને મોરબી શહેરી વિસ્તારમાં ૦૨ કેસ મળીને નવા ૦૭ કેસો નોંધાયા

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં આજે નવા ૦૭ કેસો નોંધાયા છે તો ૦૨ દર્દીઓ સ્વસ્થ થયાની માહિતી પ્રાપ્ત થઇ છે
આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લામાં આજે નવા ૦૭ કેસો નોંધાયા છે મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૫ કેસ અને મોરબી શહેરી વિસ્તારમાં ૦૨ કેસ મળીને નવા ૦૭ કેસો નોંધાયા છે જયારે બે દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૨૩ પર પહોંચી ગયો છે.

(10:33 pm IST)