સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

દ્વારકા જિલ્લામાં ફરી કોરોના પોઝીટીવના સાત કેસ

ખંભાળીયા તા. ર : દેવભૂમી દ્વારકા જિલ્લામાં બે દિવસમાં પહેલા ખંભાળિયામાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા પછી દ્વારકામાં એક સાથે સાત કેસો નોંધાતા દોડધામ મચી ગઇ છ.ે
નવા સાત કેસો નોંધાયા તેમાં દ્વારકા  વ્રજધામ સોસાયટીમાં બે અંબુજાનગરમાં એક આરંતડા માં બે  શિવરાજપુરમાં એક તથા સુરજકરાડીમાં એક નવો કોરોના પોઝીટીવનો કેસ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની ચોથી લહેરમાં નવા નોંધાયેલા ૧૯ કેસોમાંથી ૧૭ કેસ દ્વારકા તાલુકાના છે તથા પહેલી લહેરમાં પણ શરૂઆત દ્વારકાના ઓખાથી થઇ હોય કોરોના ચોથી લહેરમાં ફરી દ્વારકા તાલુકો ભાગ ભજવે તો નવાઇ નહી.
આરોગ્‍ય તંત્ર દ્વારા ચેકીંગ તથા સારવાર અને જાળવણી હાથ ધરાયું છે.

 

(2:21 pm IST)