સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

રતનપરમાં કોશથી પ્રોવિઝન સ્ટોરનું શટર તોડવાનો પ્રયાસઃ ઘટના સીસીટીવીમાં કેદ

રાતે સવા બે વાગ્યા આસપાસ ચાર શખ્સો આવ્યા પણ સફળતા ન મળી

રાજકોટઃ મોરબી રોડ પર આવેલા રતનપરમાં શ્રીરામ મંદિર સામે આવેલી હાર્દિકભાઇ દેવદાનભાઇ વાંકની મુરલીધર પ્રોવિઝન સ્ટોર નામની દૂકાનના પાછળના શટરને લોખંડની કોશથી તોડવાનો મોડી રાતે પ્રયાસ થયો હતો. બુકાની બાંધીને આવેલા ચાર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. લગભગ સવા બે વાગ્યા આસપાસ આવેલા આ શખ્સોએ દૂકાનનું પાછળનું શટર કોશ ભરાવી ઉંચુ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં વજનદાર પાઇપ રાખેલા હોઇ શટર ઉંચુ ન થતાં ચારેય ખાલી હાથે પાછા ફર્યા હતાં. દૂકાનના આગળના બે શટર રોડ પર પડતાં હોઇ તસ્કરો પાછળના શટરને તોડવા ગયા હતાં. ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ તસ્વીરો મોકલી હતી. જો કે આ મામલે પોલીસ ફરિયાદ થઇ નથી. આમ છતાં પોલીસે ખાનગી રીતે તપાસ હાથ ધર્યાનું જાણવા મળે છે.

(2:01 pm IST)