સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

જેતપુરમાં અનરાધાર બે કલાકમાં બે ઇંચ વરસાદ રાધાપાર્કમાં મકાન ઉપર વિજળી પડી જાનહાની ટળી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર : શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી બફારો હદ વટાવી ગયો હો લોકો અકળાઇ ગયેલ ઘણા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ખેડૂતોએ વાવણી પણ કરી નાખી હોય વરસાદની રાહ જોઇ રહ્યા  હતાં. ગઇકાલે અષાઢીબીજનું સુકન સાચવવા સવારથી વાતાવરણમાં પલટો આવી ગયો હોય બપોરે ૩ વાગ્‍યાના અરસામાં ખીબકી પડતા બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી ગયેલ. વોંકળાઓમાં પાણી વહેતા થઇ ગયા હતાં.
વિજળીનો કડાકો બોલતા અત્રેના અમરધામ ચોકમાં રાધા પાર્ક વિસ્‍તારમાં રહેતા ગોપાલભાઇ કાલરીયાના મકાન ઉપર પડતાં. સ્‍લેબમાં હોલ પાડી દીધેલ ઘરમાં ઇલેકટ્રીક, ઇલેકટ્રોનીકસ સાધનો બળીને ખાખ થઇ ગયેલ.

 

(1:57 pm IST)