સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

જૂનાગઢની શ્રી મારી પ્રાથમિક શાળામાં કોમ્‍પ્‍યુટર તેમજ વોટર પંપ સેટનું લોકાર્પણ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ, તા. ૨ : સુખનાથ ચોક ખાતે આવેલી શ્રી મારી પ્રાથમિક શાળામાં દાતા પંચમીયા પરિવાર તરફથી ૧,૮૦,૦૦૦ના ખર્ચે કોમ્‍પ્‍યુટર લેબ તેમજ ધારાસભ્‍ય ભીખાભાઈ જોષીની ગ્રાન્‍ટમાંથી ૮૫,૦૦૦ના ખર્ચે પાણી બોર તેમજ વોટર પંપ સેટ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
જુનાગઢના ધારાસભ્‍ય  ભીખાભાઈ જોશી તેમજ નોબલ સ્‍કૂલના  કે.ડી.પંડયા  દ્વારા કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવેલ હતુ.ં જેમાં મુખ્‍ય દાતા  પ્રાણલાલ મણીલાલ પંચમીયાના હસ્‍તે, અશ્વિનભાઈ પંચમીયા, મુંબઈ નિવાસી સવિતાબેન પ્રાણલાલ પંચમીયા પરિવાર તરફથી સરકારી શાળાને ૧૦ કોમ્‍પ્‍યુટર અર્પણ કરાયા હતા તેમજ સત્‍યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા દ્વારા દિપ પ્રાગટય થયું હતું.
જેમાં ઉપસ્‍થિત રહેલ પ્રોફેસર દામાણી, ગાયત્રી મંદિર ટ્રસ્‍ટી નાગબાઈ વાળા, દાતાર સેવક બટુક બાપુ, વોટર કુલરના દાતા દામજીભાઈ પરમાર, હસમુખભાઈ ત્રિવેદી, ડો. પાર્થ ગણાત્રા , અમુભાઈ પાનસુરીયા, ચેતનાબેન પંડયા, સુશીલાબેન શાહ, અબ્‍બાસભાઈ કુરેશી, વાહભાઈ કુરેશી, તા.પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ મનુભાઈ ગાધે, મહામંત્રી  યતિભાઈ ગોઠી, ભગીરથભાઈ, શૈલેષભાઈ દવે,જી. શિ. તાલીમ ભવનના સિ.લેક્‍ચર કંચનબેન, ભરતભાઈ મેસિયા, હેમલબેન, ગીતાબેન, તથા તાલીમાર્થી બહેનો હાજર રહ્યા હતા. આ તકે  મહાનુભાવોના હસ્‍તે વિદ્યાર્થી સન્‍માન અને ઈનામ વિતરણ  કરેલ. કાર્યક્રમ સફળ બનાવવા શાળા સ્‍ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. આ તકે શાળાના આચાર્ય જયભાઈ વાસવેલિયાએ તમામ દાતાઓ તેમજ મહેમાનોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

 

(1:56 pm IST)