સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

જેતપુરમાં ગેરકાયદેસર બાંધકામ પાંચ દિવસમાં દૂર કરવા ૧૧ લોકોને પાલીકાની નોટીસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર :  શહેરમાં આડેઘડ પેશદકમી કરી બાંધકામો ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવ્‍યા છે. નગરપાલીકા ફરી જાગી શહેરના ૧૧ આસામીઓને કે જેઓએ ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી થયેલ જમીન ઉપર બાંધકામ કરી નાખેલ છે તેમને દિવસ પાંચ એટલે કે તા. ૪-૭ સુધીમાં પોતાના ખર્ચે દૂર કરવાનો નટીસ પાઠવવામાં આવેલ છે. જો દબાણ દૂર નહિ કરવામાં આવે તો નગરપાલીકા અધિનનિયમ ૧૯૬૩ ની કલમ -૧૮પ (ર) મુજબ પાલીકા જાતે દૂર કરી નાખશે.
આ અંગે પાલીકાના ચીફ ઓફીસરને પુછતા તેમણે જણાવેલ કે ૧૧ ઉદ્યોગકારોને નોટીસ પાઠવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં બસ સ્‍ટેન્‍ડ પાછળ થયેલ પાકી કેબીનો હટાવી દૂર કરવામાં આવી હતી. ત્‍યારબાદ થયેલ નથી અત્રે શહેરમાં અનેક સ્‍થળોએ પેસકદમી કરવામાં આવી છે. નિયમોને નેવે મુકી રબારીકા રોડ ઉપર બનેલ ઔદ્યોગિક બાંધકામ મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્‍યા છે. એવું ચર્ચાય રહ્યું છે તો શું આગામી સમયમાં પાલીકા તેના વિરૂધ્‍ધ કાર્યવાહી કરશે.

 

(1:54 pm IST)