જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ચોપડા વિતરણ
જૂનાગઢ : જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ અંબિકા ચોક ખાતે આવેલ સત્યમ સેવા મંડળના હોલ ખાતે આર્થિક રીતે નબળા પરિવારો માટે નોટબુકોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર ભાવનાબેન હિરપરા, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ પ્રમુખ છેલભાઈજોશી, બ્રહ્મસમાજ અગ્રણી હસુભાઈ જોશી, ભીખાભાઈ જોશી, રૂપલબેન લખલાની, અમિતભાઈ પટેલ, રાજેશભાઈ જોશી, આશિષભાઈ રાવલ, પરાગભાઈ કોઠારી, ગજેન્દ્રભાઈ જોશી, રસિકભાઈ પાજવાણી, દામજીભાઈ પરમાર દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ સ્ટોક હશે ત્યાં સુધી દરરોજ સાંજે ૬ થી ૮ વિતરણ કરાશે. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, શાંતાબેન બેશ, કમલેશભાઈ પંડયા, બટુક બાપુ, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જોશી, સરોજબેન જોશી, કેતનભાઇ નાંઢા, મનોજ સાવલિયાએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)