સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

પુત્રી ઉપર દુષ્‍કર્મ ગુજારી સગર્ભા બનાવવા અંગે પિતાને આજીવન કેદઃ ઉનાની પોકસો કોર્ટનો ચુકાદો

ઉના, તા.૨: ઉના તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સગા પિતાએ સગીર વયની દિકરી પર ત્રણ વર્ષ દુષ્‍કર્મ કરી ગર્ભ રાખી દીધાના ફિટકારજનક કેસમાં આરોપીના પિતાને ઉનાની સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટે આજીવન સખત કેદની સજા અને ૧૫ હજાર દંડ ફટકાર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, ઉના તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં તા.૧૬ જુલાઈ, ર૦ર૦નાં એક યુવતીને પેડુમાં દુઃખાવો ઉપડતા ઉના દવાખાને સારવાર માટે લવાઈ હતી. જયાં તપાસ કરતા આઠ માસનું બાળક પેટમાં હતું. સગીરાની માતાએ પુછપરછ કરતાં ૩ વર્ષ પહેલા તે સગીર હતી ત્‍યારે તેનો સગો બાપ માતા સુઈ ગયા બાદ ડરાવી ધમકાવી દુષ્‍કર્મ ગુજારતા હતો. જેથી આઠ મહિના પહેલા ગર્ભ રહી ગયો હતો. આ અંગે માતાએ તેનાં પતિ સામે ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોકસો અને દુષ્‍કર્મની ફરીયાદ દાખલ કરી ધરપકડ કરી હતી ત્‍યારબાદ સગીરાએ બાળકને જન્‍મ પણ આપેલ હતો.

આ અંગેનો કેસ ઉનાની એડિશ્નલ જિલ્લા કોર્ટની સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટમાં ચાલતા સરકારી વકિલ મોહનભાઇ ગોહેલે  ફરીયાદી, ભોગ બનાર યુવતી, સાહેદોના નિવેદનો, મેડીકલ રીપોર્ટ, એફએસએલ રીપોર્ટ, બાળકનો ડી.એન.એ. રીપોર્ટ જે પોઝીટીવ આવેલ ને સગો બાપ બાળકનો પિતા જાહેર થયેલ, જે તમામ પૂરાવા કોર્ટમાં   રજૂ કરી અને આકરામાં આકરી સજા કરવા માંગણી કરી હતી.

આ કેસની ગંભિરતા લઇને ઝડપી ચલાવતી સ્‍પે.પોકસો કોર્ટના જજ રેખાબેન આસોડીયાએ નોંધપાત્ર ચુકાદો આપી આરોપી સગા બાપાને આજીવન કેદની સખત સજા અને રૂા.૧૫,૫૦૦ દંડ કરી ૨૩ મહિનામાં ચુકાદો આવેલ છે. સરકારને કાનુની સહાય હેઠળ યુવતીને રૂા.૩ લાખ ચુકવવા હુકમ કરેલ છે. કેસ ચાલ્‍યો ત્‍યાં સુધી નરાધમ પિતા જેલમાં હતો. જામીન મળેલ ના હતાં.

(12:32 pm IST)