સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

પરબધામમાં માનવ મહેરામણ ઉમટયુ : દર્શન માટે લાંબી કતારો : લાખો લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો

ગોંડલ  : સૌરાષ્‍ટ્ર માં આસ્‍થા ના પ્રતિક સમી દેવીદાસબાપુ અને અમરમાની પ્રસિધ્‍ધ અને પાવન જગ્‍યા પરબધામ ખાતે અષાઢીબીજ ની ભવ્‍ય ઉજવણી કરાઇ હતી. કોરોના ને કારણે બે વર્ષ થી પરબધામમાં અષાઢીબીજ ઉત્‍સવ તથા મેળાના આયોજનો રદ કરાયા હતા,ત્‍યારે આ વર્ષ ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ હોય સવાર થી જ ભાવીકો પરબધામ ઉમટી પડ્‍યા હતા.મંદિર મા દશઁન માટે લાંબી કતારો જામી હતી.સવારે સાત કલાકે મહંત શ્રી પૂજ્‍ય કરશનદાસબાપુ એ બેન્‍ડની સુરાવલીઓ વચ્‍ચે નિશાન (ધ્‍વજારોહણ) ચડાવ્‍યુ હતું.આ વેળા ઉપસ્‍થિત લાખો ભાવિકોને આશીર્વચન પાઠવતા પુ.કરશનદાસબાપુ એ જણાવ્‍યુ કે જીવન નો ધ્‍યેય પ્રભુનું શરણ હોવુ જોઈએ, જો તમે શરણ મા હો તો કોરોના જેવા રાક્ષસ તમારુ કંઇ બગાડી શક્‍તા નથી.કોઈપણ કપરાકાળમાં સાવચેત રહેવા અને શ્રધ્‍ધામય જીવન જીવવાની શીખ આપી હતી. પરબધામ ના આંબાવાડી મા અદ્ભુત ભોજન વ્‍યવસ્‍થા રખાઇ હતી.જેમા લાખો લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સવાર થીજ માનવ મહેરામણ ઉમટી રહ્યુ હોય ભેસાણ ચોકડી તથા જેતપુર ચોકડી પર વાહનો અટકાવી દેવાયા હતા.પોલીસ તંત્ર દ્વારા ઠેરઠેર રાવટીઓ નાખી બંદોબસ્‍ત રખાયો હતો. લોકોએ મેળા મા ફજતફાળકા,ચકરડી સહીત રાઇડસ ની મજા માણી હતી. અષાઢીબીજ ને લઈ ને વિષ્‍ણુયાગ તથા પર્જન્‍ય યજ્ઞ સાથે હોમ હવન ના આયોજન કરાયા હતા. મેઘાવી વાતાવરણ વચ્‍ચે હળવા ઝાપટા વરસ્‍યા હતા. (તસવીરઃ અહેવાલ : જીતેન્‍દ્ર આચાર્ય,ગોંડલ)

(12:09 pm IST)