સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

રાજકોટના લોધીકામાં સાડા ચાર ઇંચ,ગોંડલમાં ત્રણ ઇંચ અને જેતપુરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો

રાજકોટ, ધોરાજી, જામ કંડોરણામાં દોઢથી પોણા બે ઇંચ વરસાદ : કોટડા સાંગાણીમાં પોણો ઇંચ ,પડધરી અને જસદણમાં ઝાપટા

રાજકોટ જીલ્લાના ૧૦ તાલુકામાં રાત્રે ૮ વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયેલ ઝાપટાથી મંદીને સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ,રાજકોટના લોધીકામાં સાડા ચાર ઇંચ,ગોંડલમાં ત્રણ ઇંચ અને જેતપુરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો  છે જયારે  રાજકોટ, ધોરાજી, જામ કંડોરણામાં દોઢથી પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે,  કોટડા સાંગાણીમાં પોણો ઇંચ ,પડધરી અને જસદણમાં ઝાપટા પડ્યા છે

 

રાજકોટ જીલ્લાના ૧૦ તાલુકામાં રાત્રે ૮ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ આ મુજબ છે


ઉપલેટા                            ૬.  મી. મી.
કોટડા સાંગાણી               ૧૬
ગોંડલ.                            ૭૮
જેતપુર.                           ૫૦
જસદણ.                          ૦૭
જામ. કંડોરણા.                 ૩૭
ધોરાજી.                           ૩૯
પડધરી.                            ૦૨
રાજકોટ સીટી.                  ૪૦
લોધીકા.                          ૧૧૫
વિંછીયા.                            ૦૦

તેમ કલેકટર કચેરી ના ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે

 

(10:17 pm IST)