સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd July 2020

ધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30

ધોરાજી:: શહેરમાં આજે બપોરે કોરોનાના વધુ પાંચ કેસ નોંધાતા ૨૪ કલાકમાં 11 કોરોના પોઝિટિવ નોંધાતા સમગ્ર ધોરાજીમાં હાહાકાર મચી ગયો છે અને આવતીકાલથી ધોરાજી સોની બજાર આઠ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે

ધોરાજીમાં આરોગ્ય તંત્રની લાપરવાહીના કારણે સમગ્ર ધોરાજી અને તાલુકો કોરોના સંક્રમણ ફેલાયું હોય તે જાહેરમાં જોવા મળી રહ્યું છે

નવા પાંચ કેસ નોંધાયા છે તેમાં 1) નિલેશ પ્રેમજીભાઈ જેઠવા*28 વર્ષીય યુવક રહે બહાર પુરાં વાલ્મીકી વિસ્તારમાં* 2) વિજયાબેન ધીરુભાઈ ઠેશિયા*65 વર્ષીય વૃધ્ધ મહિલા રહે ખરાવડ પ્લોટ ગરબી ચોક*

3) મધુભાઈ નાનજીભાઈ ગજેરા 61 વર્ષીય વૃધ્ધ પુરૂષ રહે ગોકુલપાન પાન વાળી શેરી જેતપુર  રોડ*4) મોહનભાઈ માધાભાઈ અંટાળા 75 વર્ષીય વૃધ્ધ પુરૂષ રહે રૂષીરાજ સોસાયટી જેતપુર રોડ*5)ફિરદોશબેન ઈમ્તિયાઝ ભાઈ શેખ 47 વર્ષીય મુસ્લિમ મહીલા રહે સોની બજાર ધોરાજી ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

ધોરાજી પંથકમાં  કોરોના પોઝિટીવ માં દીન પ્રતિદીન વધતાં કેસો ને પગલે ધોરાજી લોકો માં ફફડાટ જોવાં મળ્યો છે

ધોરાજીમાં અત્યાર સુધીમાં ૩૦ કેસ પોઝિટિવ અને એક નું અવસાન થયું છે હાલમાં સમગ્ર ધોરાજી વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં પણ આમ જનતામાં ગભરાટ છવાઈ રહ્યો છે છતાં પણ ધોરાજી સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગ નિંદ્રામાં હોય એ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

(2:24 pm IST)