ડો.કલામ ઇનોવેટિવ વર્ક અમરેલી અને ડીવાઇનેક્ષ ફાર્માફોર દ્વારા વિશ્વ ડોકટર દીવસની ઉજવણી
અમરેલીઃસંસ્થા ડો. કલામ ઇનોવેટીવ વર્ક ના યુવાનો દ્વારા ડીવાઈનેક્ષ ફાર્મા સાથે મળી અને રીયલ હીરો જે કોરોનાની જંગના સાચા યોદ્ઘા બની અને અવિરત પણે સેવા કરી રહ્યા છે તેવા ડોકટરો ની મુલાકાત લઈ અને તેમના આરોગ્યની જાળવણી કરતી સેફ્ટી કીટ અર્પણ કરી અને વિશ્વ ડોકટર દિવસની શુભેચ્છા અર્પણ કરી અનેરી ઉજવણી કરવામાં આવી હતી. આ યુવાનોની આ અનેરી પહેલને તમામ ડોકટર્સશ્રીઓ દ્વારા આવકારવામાં આવી હતી અને સાથે પ્રશનતા વ્યકત કરવામાં આવી હતી. આ અનેરી ઉજવણીમાં ડો. કલામ ઇનોવેટીવ વર્કના નાસીર ટાંક, જોશી ઉમંગ, પંડ્યા પ્રિતિશ, જય કાથરોટિયા, સમીરકુરેશી, ઋષિભાઇ પંડ્યા તેમજ ડીવાઇનેક્ષ ફાર્માકોરના વિશાલભાઈ પંડ્યા એ આ ઉજવણીને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી તેવું ડો. કલામ ઇનોવેટીવ વર્કના ફાઉન્ડર શ્રી કેવલભાઈ મેહતાની યાદીમાં જણાવેલ છે.