સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd July 2020

ઓખાના કિનારે જલચર જીવોનો ખુબસુરત નજારો..

કીનારા પર વિશાળ વોટર મોનીટર લિઝર્ડ (દરીયાઇ ગરોળી) જોવા મળી

ઓખા,તા.૨: દેશના પશ્ચિમના છેવાડે આવેલ ઓખા ગામની ત્રણે દિશાએ દરિયો જોવા મળે છે. અહીંનો દરીયા ચોપાટી અને કિનારાનો કુદરતી નજારો અલૌકીક રહ્યો છે. અહીં જળચર જીવોનું દેશનું બીજા નંબરનું મ્યુઝીયમ આવેલ છે.

આજરોજ ઓખા રામેશ્વર મંદિરના દરિયા કિનારે સાંજે ડોલ્ફીની જોડી દરિયાના મોજામાં હિલોળા લેતી કાઠા નજીક જોવા મળી હતી.

નગરપાલીકા સ્કુલના શિક્ષક સંદિપ ચૌહાણે આ દ્રશ્યને પોતાના મોબાઇલમાં કેદ કરી હતી. આ સમયે આ કીનારા પર વિશાળ વોટર મોનીટર લિઝર્ડ (દરીયાઇ ગરોળી) પણ જોવા મળી. જે પ્રથમ નજરે ડુગોન જેવી લાગતી આ પ્રાણીને જોઇને લોકોમાં કુતુહલ જાગ્યું હતું. ચોમાસાની સીઝનમાં આ ડોલફીનને જોવીએ એક લાહવા સમાન છે.

(11:30 am IST)