સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd July 2019

માટેલ ખોડીયાર માતાજી મંદિરે અષાઢીબીજ ઉજવણીની તૈયારીઓઃ પૂજન આરતી ધ્વજા રોહણ

વાંકાનેર તા. ૨: યાત્રાધામ માટેલ ગામે 'આઇશ્રી ખોડીયાર મંદિર' સાત બહેનોનુ આવેલ છે. જયાં સાક્ષાત માં જોગમાયા સાથે બહેનોની સાથે બેસણા છે. જયાં આજે પણ અવિરત અસંખ્ય ભાવિક-ભકતજનો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. વર્ષમા કહેવાય છે કે વર્ષો  પહેલા માતાજી જોગમાયા મા ખોડીયાર સહીત સાતેય બહેનો આ પૃથ્વી ઉપર આ પવિત્ર દિવસે 'આષાઢી બીજે' મામડીયા ચારણના ઘરે અવતાર ધારણ કરી અનેક દીન દુખીયા વિગેરેનુ દુઃખ દૂર કરેલ છે તેના દાખલા ઇતિહાસમાં  આજે પણ સાક્ષી પુરે છે.

આ માટેલના સુપ્રસિધ્ધ મંદિર 'અષાઢી બીજ'ના આગલા દિવસે એટલે કે અષાઢ સુદ એકને તા.૩ને બુધવારના રોજ રાત્રે ૯.૦૦ કલાકે 'માતાજીનુ માંડલુ' રાખેલ છે.ક

'અષાઢી બીજ'ની સવારે મંગળા આરતી બાદ માટેલ મંદિરના મહંતશ્રી રણછોડદાસજી બાપુ માતાજીની પુજા અર્ચના બાદ ધ્વજારોહણ કરશે. આ માટે મહંતશ્રીની આગેવાની હેઠળ તૈયારીઓ ચાલી રહી છે માતાજીના મંદિરે માનો જન્મ દિવસ હોય મોટી સંખ્યામા માઇ ભકતજનો પધારેલ તેને અનુલક્ષીને માતાજીના મહાપ્રસાદ માટે રાજકોટના કોઠારીયા મિત્ર મંડળ દ્વારા યાત્રાળુને આપવામા આવશે. જેઓ તેમની અમુલ્ય સેવા દર વર્ષે તેઓ આપી રહ્યા છે.

શ્રી ખોડીયાર મંદિરમાં હાલમા પણ યાત્રાળુને રાત્રી રોકાણ, ભોજન વિના મુલ્યે આપવામા આવેલ છે. માના મંદિરની ગૌશાળા પણ છે. જયાં લગભગ આશરે ૧૫૦ નાની મોટી ગાય માતા છે જેનુ દૂધ ચા-છાસ માટે યાત્રીકો માટે મંદિરમાં વાપરવામા આવે છે.

આ ભવ્ય ઉત્સવની ઉજવણી માટે માઇભકતોને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે નહી તે માટે માટેલ મહંત શ્રી રણછોડદાજીબાપુ જહેમત ઉઠાવી રહેલ છે.

(11:29 am IST)