સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd June 2020

કેશોદમાં કન્ટેઇનમેન્ટ ઝોનને લઇને ગડમથલ સર્જાતા મચ્યો હોબાળો

બે દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે આવી ગયા છતા ઝોનમાં ફેરફાર કરાયો નથી!

કેશોદ,તા.૨:  કેશોદમાં કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુકિત આપવાની માંગ સાથે મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો કેશોદમાં કોરોના ના બે પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ વોર્ડ નં.૧ ના પીપલીયા નગરમા આવેલ જૂનીવાડી વિસ્તારને કન્ટે નમેન્ટઝોન જાહેર કરાયો હતો અને આ બંને દર્દી સારવાર બાદ સ્વસ્થ થઈ ઘરે આવી ગયા છે.

જેથી આ ઝોનમાથી લોકોને મુકિત આપી ખુલ્લો કરવામાં આવે તેવી માંગ સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને હલ્લાબોલ કર્યો હતો અને નગરપાલિકા વિરૂદ્ઘ સૂત્રોચાર કરતાઙ્ગ ઙ્ગપોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો બાદમાં સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

શું કહે છે નગરપાલિકાના પ્રમુખ..

આ અંગે કેશોદ નગર પાલિકાના પ્રમુખ યોગેશ ભાઇ સાવલિયા એ લોકોની રજૂઆત સાંભળી હતી અને યોગ્ય કરવાની ખાત્રી આપી હતી જો કે જયાં સુધી કલેકટરે બહાર પાડેલા જાહેરનામા મા છૂટછાટ ન મળે ત્યાં સુધી કોઈના કહેવાથી લોકોએ ગેર માર્ગે ન દોરાવું જોઈએ તેમ કહયું હતું.

છતા આ પ્રશ્ન યથાવત રહ્યો છે. હવે કલેકટરના પ્રત્યાઘાત ઉપર મીટ મંડાય છે.

(12:49 pm IST)