સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd June 2020

ઉનામાં પૂર્વ ધારાસભ્ય ઉપર ફાયરીંગમાં ઝડપાયેલા વધુ ૨ આરોપીઓને ૩ દિવસની રિમાન્ડ

ઉના,તા.૨: પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ ઉપર હુમલો અને ફાયરીંગના બનાવમાં વધુ ૨ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ બન્ને આરોપીઓને  કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરતા ૩ દિવસની રિમાન્ડ મજુર થઇ છે. અત્યાર સુધી કુલ ૮ આરોપીમાંથી ૫ આરોપી પકડાયા છે.

ઉના નગરપાલીકાના પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ સાથે ચુંટણીના જૂના મનદુઃખનું વેર રાખી તમંચામાંથી ફાયરીંગ કરી ધારીયાવતી હુમલો કરી ૪ને ઇજા કરી હતી. જેમાં ગંભીર છે બીજા ૩ને સામાન્ય ઇજા થઇ હતી. તેની ફરીયાદ નોંધવતા તપાસનીસ અધિકારી ડીવાએસપી પરમાર તથા ઉનાના પીઆઇશ્રી ચૌધરી ૩ આરોપીને પકડી પાડેલ હતા. ત્યાર પછી વધુ બે મનુભાઇ ભગવાનભાઇ બાંભણીયા (૧) યોગેશ ભગવાનભાઇ બાંભણીયા -ઉનાવાળાની ધરપકડ કરી હતી.

કોરોના ટેસ્ટ કરાવ્યા બન્ને આરોપીઓને ઉના કોર્ટમાં રજુ કરતા તા.૩ બુધવાર સુધીની ૩ દિવસની રિમાન્ડ મંજુર કરી હતી. બાકીના ૩ આરોપી મહેશ ભગવાનભાઇ બાંભણીયા (૨)યશવંત મનુભાઇ બાંભણીયા (૩) રવિ મનુભાઇ બાંભણીયા ઇજાગ્રસ્ત હોય રાજકોટ અમરેલી દવાખાને સારવાર માટે છે. ત્યાંથી રજા મળે તેમની ધરપકડ કરાશે. ઉના શહેરમાં પોલીસનાં કડક બંદોબસ્તને કોરોના લોકોમાં રાહત ફેલાઇ છે. સ્થિતિ સામન્ય બની છે. લોકોને નિર્ણય રીતે રહેવા પોલીસ અપીલ કરી છે.

(11:32 am IST)