News of Tuesday, 2nd June 2020
ઉનાના કાજરડીમાં કપડા કેમ સીવી ન દીધા તેમ કહીને છરી વડે હુમલો
ઉના તા. રઃ તાલુકાનાં કાજરડી ગામે કપડા સીવવાનું કામ કરતા દેવસીભાઇ બાબુભાઇ ચૌહાણ (ઉ.વ. રર) વાળા સાથે તેજ ગામનાં દેવસીભાઇ કિશનભાઇ સોલંકીએ કહેલ કે તે મારા કપડા કેમ સીવી દીધા નહિં તેમ કહી ઝઘડો કરી ગાળો આપી પેન્ટનાં ખીસ્સામાં રાખેલ છરી વતી હુમલો કરીને ઇજા કરેલ હતી.
સીલાઇ કામ કરતા દેવસીભાઇ ડાબા હાથમાં, પેટના ભાગમાં છરીના ઘા મારતાં તેને બચાવવા વચ્ચે પડેલ હસમુખભાઇને પણ હાથમાં છરી મારી નાસી જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નાસી ગયેલ બન્નેને ઉના દવાખાને સારવાર માટે આવતાં ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(11:31 am IST)