સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd June 2020

જુનાગઢ ખરાવાડમાં મોડી રાતે રોહિત સિંધી અને મિત્ર નોમાનખાન પર હુમલોઃ રોહિતને ગંભીર ઇજા

સવારે નોમાનખાન અને ફૈઝલને સામુ જોવા બાબતે થયેલી તકરાર કારણભુતઃ બંને મિત્રોને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨: જુનાગઢ જલારામ સોસાયટીમાં રહેતાં સિંધી યુવાન અને તેના મિત્ર મુસ્લિમ યુવાન પર રાત્રીના ખરાવાડ વિસ્તારમાં મુસ્લિમ શખ્સોએ પાઇપ, છરીથી હુમલો કરતાં બંનેને જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખસેડાયા છે. જેમાં સિંધી યુવાનને ગંભીર ઇજા પહોંચી છે. સિંધી યુવાનના મિત્રને સવારે સામુ જોવા મામલે ચડભડ થઇ હતી. તેનો ખાર રાખી આ હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે.

જુનાગઢ રહેતો રોહિત ઘનશ્યામભાઇ આસવાણી (ઉ.૩૫) તથા તેનો મિત્ર નોમાનખાન માસીરખાન પઠાણ (ઉ.૪૦) રાત્રીના એકાદ વાગ્યે ગુલીસ્તાન સોસાયટી પાછળ ખરાવાડ વિસ્તારમાં બેઠા હતાં ત્યારે ફૈઝલ, જમીલ, તેના પિતા સહિતનાએ આવી ધોકા, પાઇપ, છરીથી નોૈમાનખાન પર હુમલો કર્યો હતો. મિત્ર રોહિત બચાવવા વચ્ચે પડતાં તેને પણ ઘા ઝીંકી દેવાયા હતાં. બંને લોહીલુહાણ થઇ જતાં જુનાગઢ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને રવિભાઇએ જાણ કરતાં જુનાગઢ પોલીસે રાજકોટ આવી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ગઇકાલે સવારે નોમાનખાનને અને ફૈઝલને વાહન લઇને સામ સામે નીકળ્યા ત્યારે સામુ જોવા બાબતે ચડભડ થઇ હતી. એ પછી નોમાનખાન ગત રાતે મિત્ર રોહિતને લઇને ખરાવાડમાં ગયો હતો ત્યારે ફૈઝલ સહિતના સવારના ઝઘડાનો ખાર રાખી તૂટી પડ્યા હતાં. મિત્ર રોહિત વચ્ચે પડતાં તેને પણ ઘાયલ કરાયો હતો. તેને વધુ ઇજા પહોંચી છે.

(10:46 am IST)