સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd June 2018

ધોરાજીના ગણેશપરા વિસ્તારમાં પાણી અને ભૂગર્ભ ગટરની સુવિધા આપવા માંગણી

ધોરાજી, તા.૨ : જામકંડોરણા રોડ પર આવેલ ગણેશપરા વિસ્તારમાં પાણીની લાઈનો નાખેલ છે તે છેલ્લા ઘણા સમયથી નાખેલી છે અને તે પણ સડી ગયેલ હતી. પાલિકાની હદમાં આવેલ ગણેશપરા વિસ્તારમાં ૨૨૦૦ જેટલા લોકો રહે છે અને પાલિકાને વેરાઓ ભરે છે.

ગણેશપરા વિસ્તારની સામે ખાતરના ઢગલાઓ છે અને જયારથી ગણેશપરાનું નિર્માણ થયેલ છે ત્યારથી આજ દિવસ સુધી પાલિકા પાણી ગટર જેવી સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. બોરમાંથી પાણી ખારૂ આવે છે. જેથી મહિલાઓને ધોમધખતા તાપમાં દૂર દૂર વાડીઓમાં અથવા રીક્ષાઓ દ્વારા ગામમાંથી વેચાતુ લેવુ પડે છે અને ભૂગર્ભ ગટરો ન હોવાથી ગંદકી વધી છે અને રોગચાળાનો ભય સતાવે છે.

(12:42 pm IST)