સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd June 2018

જામનગર પોલીસ દ્વારા બે વર્ષથી નાસતા ફરતા રમેશ ભડાણીયાની ધરપકડ

જામનગર, તા.૨ : પોલીસ અધિક્ષક પ્રદિપ શેજુળ, એલસીબી પો.ઈન્સ. આર. એ. ડોડીયા, પેરોલ ફર્લો સ્કોડના પો. સબ ઈન્સ કે.સી. વાઘેલા (માર્ગદર્શન મુજબ) એ.એસ.આઈ. એચ. કે. પટેલ તથા પો.હેડ કોન્સ ચંદ્રસિંહ એન. જાડેજા તથા પો. હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા સ.વા.માં જામજોધપુર વિસ્તારમાં તપાસમાં હતા.

દરમિયાન જામજોધપુર ત્રણ પાટીયા પાસે આવતા સાથેના હેડ કોન્સ ચંદ્રસિંહ એન. જાડેજા તથા પો. હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજાને બાતમી મળી હતી.

રમેશ ગીરધરભાઈ ભડાણીયા રહે. જામવાડી તા. જામજોધપુર હાલ નાસતો ફરતો હોય જે હાલ જામવાડી તેના રહેણાંક મકાને આવેલ હોવાની ચોક્કસ હકીકત મળતા જામવાડી ગામે જઈ બે પંચો સાથે રાખી મજદૂરના રહેણાંક મકાનની ડેલી ખખડાવતા એક ઈસમ બહાર નીકળેલ જેનંુ પંચો રૂબરૂ નામ પૂછતા પોતે પોતાનું નામ રમેશભાઈ ગીરધરભાઈ ભડાણીયા (ઉ.વ.૬૦) ધંધો ખેતી રહે. જામવાડી તા. જામજોધપુર જામનગર વાળો હોવાનું જણાવેલ હતું. આ કામગીરી પો.સબ. ઈન્સ. કે.સી.વાઘેલાની રાહબરીમાં પેરોલ / ફર્લો સ્કવોડના એએસઆઈ વનરાજસિંહ આર. વાળા તથા હંસરાજભાઈ વૈષ્ણવ તથા ચંદ્રસિંહ એન. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતી.

(11:50 am IST)