સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd May 2018

કોટડાસાંગાણીના ભાડવા પાસે મોબાઇલ ટાવરની ઓરડીમાંથી ૪૧ બેટરીની ચોરી

રાજકોટ તા.૨: કોટડાસાંગાણીના ભાડવા ગામ પાસે મોબાઇલ ટાવરની ઓરડીમાંથી તસ્કરો ૪૧ બેટરી ચોરી કરી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણીના ભાડવા ગામ પાસે ઇન્ડસ કંપનીના મોબાઇલ નેટવર્ક ટાવરની ઓરડીનું રાત્રીના તસ્કરોએ તાળુ તોડી અંદર પ્રવેશી બેટરી બેક અપનો જૂનો સેટ તથા બેટરી નંગ ૪૮ કિ.૮૫,૦૦૦ ચોરી કરી ગયા હતા આ અંગે કંપનીના દિનેશસિંહ રાજપૂત રે.રાજકોટએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરતા કોટડાસાંગાણી પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)