સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd April 2020

કેશોદમાં ગૌરક્ષા દળની નિરાધાર પશુઓ માટે સેવા

કેશોદ :  હાલમા લોક ડાઉનની પરિસ્થિતિમાં સરકાર દ્વારા લોક ડાઉનની અમલવારીનુ પાલન કરાવવા કડક કાર્યવાહી કરવામાં આવી રહીં છે ત્યારે ઘાસચારાનુ છુટક વેંચાણ કરતાઙ્ગ અનેક ધંધાર્થીઓએ પોતાનો ધંધો બંધ કરતા રખડતા ભટકતા નિરાધાર પશુઓને ઘાંસચારો ન મળતો હોવાથી કેશોદ ગૌરક્ષા દળ દ્વારા નિરાધાર પશુઓ માટે ઘાંસચારોપહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહીછે. એટલુ જ નહી દાતાઓના સહયોગથી લીલો ઘાંસચારો લેવામાં આવ્યો હોય તે જગ્યાએથી ગૌરક્ષા દળના સભ્યો દ્વારા લીલા ઘાસચારાની કાપણી પણ કરેછે. વાહનોમાં પણ પોતે જ ભરાવેછે અને કેશોદ તાલુકામા અને જુનાગઢ સુધી રખડતા ભટકતા નિરાધાર પશુઓ સુધી લીલો ઘાંસચારો પહોંચાડી રહયાછે.ઙ્ગજે વિસ્તારમા ઘાસચારાની વ્યવસ્થા ન હોઈ તેવાલોકોએ જાણ કરવા ગૌરક્ષક દળ દ્વારા અપિલ કરેલછે. જયાં સુધી લોક ડાઉન રહેશે ત્યાં સુધી રખડતા ભટકતા નિરાધાર પશુઓને લીલો ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવશે.કેશોદ તાલુકામા તથા જુનાગઢ શહેર સહીતના વિસ્તારોમાં રખડતા ભટકતા નિરાધાર પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા માટે તથા આર્થિક સહયોગ માટે કેશોદ ગૌરક્ષા દળના સેવાકીય ભગીરથ કાર્યમાં સહભાગી બનવા સેવાકીય સંસ્થાઓ દાતાઓએ મો. ૯૬૬૨૯ ૨૨૭૧૫ ગૌરક્ષા દળ પ્રમુખ નરેન્દ્ર ચુડાસમાનોઙ્ગ સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:50 am IST)