સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd April 2020

સેવા પરમો ધર્મ : જૂનાગઢ જિલ્લામાં જરૂરિયાતમંદો માટે ૧૧૦૬૪ ફૂડ પેકેટોનુ વિતરણ

જૂનાગઢ તા.ર : કોરોનાં વાયરસ સંદર્ભે જરૂરીયાતમંદો તેમજ ઝુપડપટ્ટીમાં રહી ગુજરાતન ચલાવતા લોકો તેમજ શ્રમીકો માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓનાં સહયોગથી ફુડ પેકેટ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૧૦૬૪ ફુડ પેકેટનું ૩૦ માર્ચ સુધીમાં વિતરણ કરવામાં આવ્યુ છે.

જૂનાગઢ શહેરમાં મહાનગરપાલીકા દ્વારા વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અન્ય શહેરો અને ગ્રામ્ય વિતારોમાં વહીવટીતંત્રના સહયોગ અને વ્યવસ્થા મુજબ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે.

(11:48 am IST)