ગોંડલના બાંદ્રા ગામે રસ્તા પ્રશ્ને બે પરીવારો વચ્ચે ગાળાગાળીઃ સામ-સામી ફરીયાદ
રાજકોટ, તા., ૨: ગોંડલના બાંદ્રા ગામે વાડીના રસ્તા પ્રશ્ને બે પરીવાર વચ્ચે ગાળાગાળી થતા પોલીસમાં સામ-સામી ફરીયાદ થઇ છે.
બાંદ્રા ગામે રહેતા સોનલબેન ઘનશ્યામભાઇ મકવાણાને તે જ ગામના ગોગન પોલાભાઇ, ભરત ગોગનભાઇ તથા રાજુ ગોગનભાઇ તથા બે અજાણ્યા શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની વાડીએ જવા માટે ખરાબાની જગ્યાનો રસ્તા પર આરોપીએ વાળી કબ્જો કરેલ હોય ત્રણેયે ફરીયાદીની વાડીમાં ઘુસી જઇ પોતાની વાળેલ જગ્યા પર નહિ ચાલવા બાબતે ગાળો આપી ધમકી આપી હતી તેમજ તેની સાથેના અન્ય બે અજાણ્યા શખ્સોએ આવી ધમકી આપી હતી. આ અંગે ઉકત પાંચેય શખ્સો સામે ફરીયાદ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
સામા પક્ષે ગોગનભાઇ પાલાભાઇ મકવાણાએ તે જ ગામના કરશન પાલાભાઇ, ઘનશ્યામ કરશનભાઇ તથા સોનલબેન ઘનશ્યામભાઇ સામે રસ્તા બાબતનો ખાર રાખી વાડીમાં ઘુસી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ કરતા તાલુકા પોલીસે બંન્ને ફરીયાદો અંગે તપાસ હાથ ધરી છે.