સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

અત્ર તત્ર સર્વત્ર કેસરીયોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં જીલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપનો કબ્જો

કોર્પોરેશનની ચુંટણી બાદ સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં પણ ભાજપનો ભગવોઃ કોંગ્રેસ સહીત અનેક પક્ષોનો પરાજય

રાજકોટ, તા., ૨: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છની જીલ્લા અને તાલુકા પંચાયતોની ચુંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. કોર્પોરેશનની ચુંટણી બાદ ગ્રામ્ય વિસ્તારની ચુંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાતા સર્વત્ર જય જયકાર થઇ રહયો છે.

જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીમાં  અમુક સીટોને બાદ કરતા સર્વત્ર ભાજપનો વિજય થયો છે.

ગોંડલ તાલુકા પંચાયતની રર માંથી ૨૦ બેઠકો ઉપર ભાજપે જીત મેળવી છે. જયારે રાજકોટ જીલ્લા પંચાયતની ગોંડલની પાંચ માંથી પાંચેય સીટો ભાજપે મેળવી લીધી છે.

લોધીકા તાલુકાના પારડી જીલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર અલ્પાબેન મુકેશભાઇ થોવડીયાનો વિજય થયો છે.

લોધીકા ૧૯, જીલ્લા પંચતાયતના મોહનભાઇ દાફડાનો પણ વિજય થયો છે.

જુનાગઢ જીલ્લા પંચાયતમાં ભાજપનું કમળ ખીલ્યું છે. કોંગ્રેસે શાસન ગુમાવ્યું છે. કુલ ૩૦ માંથી ૧૭ બેઠકો ઉપર ભાજપે અને ૬ બેઠકો ઉપર કોંગ્રેેસે વિજય મેળવ્યો છે.

ધોરાજી તાલુકા પંચાયતમાં નવસીટ ઉપર ભાજપનો વિજય થયો છે.

કચ્છના નખત્રાણા તાલુકા પંચાયત ઉપર ભાજપનો ઝળહળતો વિજય થયો છે.  ૨૦ સીટો માંથી ભાજપને ૧૪ અને કોંગ્રેસને ૬ બેઠકો મળી છે.

ભાવનગર જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયંતભાં પણ ભાજપનો વિજય થયો છે.  પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો વિજય થયો છે.

જામજોધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી મળીછે. ૧૮ માંથી  ૯ ઉપર કોંગ્રેસનો અને ૭ ઉપર ભાજપનો તથા બે ઉપર બસપાનો વિજય થયોછ છે.

ટંકારા તાછુકા પંચાયતમાંથી ૧૬માંથી ૯ બેઠકો ઉપર ભાજપનો  વિજય થયો છે.  ટંકારાના પત્રકાર ભાવીનભાઇ સેજપાલના પત્ન ચાર્મી અપક્ષ ઉૈદવાર તરીકે વિજય મેળવ્યો છે.

માણાવદર તાલુકાની કોયલાણા બેઠક ઉપર ભાજપનો તથા તાલુકા પંચાયતમાં ૫ સીટ ઉપર કોંગ્રેસનો વિજય થયો છે.

મોરબી જીલ્લાના આમરણ જીલ્લા પંચાયતની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. જોડીયાબેઠક ઉપર ભાપનપની ધરમશીભાઇ ચીનીયારાનો વિજય થયો છે. ગોંડલ તાલુકા પચાયતની દેરડી-કુંભાજી બેઠકમાં ભાજપનો વિજય થયો છે.

જેતપુર તાલુકા પંચાયતમાં ૨૦ મા૦ંથી ૧૬ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. જયારે ર બેઠકો ઉપર કોંગ્રેસ અને બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે.

ગોંડલ તાલુકા પંચાયતની ર૧ બેઠકો ઉપરભાજપનો વિજય થયોછે. જયારે દડવા હમીરપરા બેઠક કોંગ્રેસના ફાળે ગઇ છે.  દેવભુમી દ્વારકા તાલુકા પંચાયતની રાણપરબેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર દેવીબેન કાલાભાઇ, હુણનો વિજય થયો છે.

(3:53 pm IST)