સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામનગરની જિલ્લા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવી કોંગ્રેસ પાસેથી કબજો આંચકી લીધો :જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા અને શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા સહિતના ભાજપના અગ્રણીઓએ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી

જામનગર:::સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામનગરની જિલ્લા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવી કોંગ્રેસ પાસેથી કબજો આંચકી લીધો છે. ૧૫થી વધુ સીટ ભાજપે મેળવી જિલ્લા પંચાયતમાં સત્તાનું સુકાન સંભાળ્યું છે. ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વિજેતા થયેલા ઉમેદવારો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા ત્યારે વિજય ઉત્સવ જોવા મળ્યો હતો. જામનગર જિલ્લા પંચાયત ઉપરાંત ત્રણ તાલુકા પંચાયત પણ ભાજપે કબજે કરી છે ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા અને શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.( તસવીર: કિંજલ કારસરીયા જામનગર)

(2:58 pm IST)