સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

જામનગરમાં મતગણતરી સ્થળે ભીડ બેકાબુ : એસ.પી. દોડી ગયા

કાલાવડ તાલુકા પંચાયતમાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના પત્નિનો વિજેતા

 

જામનગર : તસ્વીરમાં એસ.પી. દિપેન ભદ્રેન દોડી ગયા હતા. અને  ચુસ્ત બંદોબસ્ત કરાવ્યો હતો તે નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર :  જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે મતગણતરી સેન્ટર ઉપર ભીડ બેકાબુ બનતા એસ.પી. દીપેન ભદ્રન મતગણતરી સેન્ટર ઉપર દોડી ટોળા વિખેર્યા હતા.

કાલાવડ તાલુકા પચાયત બેઠક પર પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડાના પત્નીનો ભાજપમાં વિજય થયો છે.  કાલાવડ તાલુકા માં વધુ એક બેઠક કોગ્રેસે કબજે કરી જશાપર  તાલુકા પંચાયત બેઠક કોગ્રેસનો થયો છે.  કાલમેઘડા તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપ નો વિજય થયો છે.  સીકકા  વોર્ડ ૧ કોગ્રેસ ૨ વિજય, સીકકા   વોર્ડ ૨  કોગ્રેસ ૨ વિજય, સીકકા   વોર્ડ ૩  કોગ્રેસ ૪ વિજય, સિકકામાં કોંગ્રેસ પેનલનો વિજય.

જામનગરઃ ભણગોર જિલ્લા પંચાયત માં કુલ માન્ય મત ૧૭૧૪૯ સાથે કરશનભાઈ ભીખાભાઇ ગાગિયા વિજયી થયા છે.  કાલાવડ તાલુકા માં વધુ એક બેઠક ભાજપે કબજે કરી છે. છતર તાલુકા પંચાયત બેઠક ભાજપ નો વિજય થયો છે.  ભાજપ માંથી જકીબેન વશરામભાઈ જાદવ ૩૦૦ની જંગી લીડ સાથે વિજય. કાલાવડ તાલુકા ના ધુન ધોરાજી બેઠક પર ભાજપ નો ભગવો લહેરાયો છે. ધુન ધોરાજી તાલુકા પંચાયત પર થી ભાજપ નો વિજય ધુન ધોરાજી બેઠક મહેશભાઈ મકવાણા નો વિજય જામનગરમાં આમરા આલિયા બેઠક પર કમળ ખીલ્યું છે.

જામનગરમાં ફરી હાથી દોડ્યો છે. ગોપ બેઠક પરથી જિલ્લા પચાયતના સભ્ય વિજય હેમંત ખવાના માતાનો NCPમાંથી વિજય થયો છે.

(1:23 pm IST)