રાવલઃ નગરપાલિકાના પરીણામોમાં અપસેટ સર્જાયો વ્યવસ્થા પરીવર્તન પાર્ટીની એન્ટ્રીઃ પ્રમુખનો પરાજય થયો
(જીતેન્દ્ર કોટેચા દ્વારા) રાવલ તા. ર :.. રાવલનગરપાલિકાની મતગણતરી ચાલી રહી છે. વોર્ડ નં. ૧ ના પરીણામોમાં અપસેટ સર્જાયો છે. વી. પી. પી. પાર્ટીના ચારેય ઉમેદવારોનો વિજય થયો છે. હાલના નગરપાલિકાના પ્રમુખ મોતીબેન પરમારનો પરાજય થયો છે. વોર્ડ નં. ર માં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય થયો છે. રાવલ ભાજપના મહામંત્રીના માતુશ્રીનો વિજય થયો છે. વિજેતા ઉમેદવારોના નામ નીચે મુજબ છે.
વોર્ડ નં. ૧
અનુ. નં. વિજેતા પરાજીત
(૧) વાલીબેન નાગાભાઇ (વી.પી.પી.) મોતીબેન પરમાર (ભાજપ)
(ર) લાખીબેન લખમણભાઇ (વી.પી.પી.) સંતોકબેન કાગડીયા (ભાજપ)
(૩) ચનાભાઇ મુરૂભાઇ (વી. પી.પી.) પરબતભાઇ વાઘેલા (ભાજપ)
(૪) લલીત લખમણ (વી.પી.પી.) હાજાભાઇ વાઘેલા (ભાજપ)
વોર્ડ નં. ર
(૧) જસાઇબેન જમોડ (ભાજપ) સંતોકબેન વાઘેલા (એન.સી.પી.)
(ર) ટમુબેન વાઘેલા (ભાજપ) લીલુબેન મારૂ (એન. સી.પી.)
(૩) કરશન લાખા (ભાજપ) ધીરૂભાઇ સરવૈયા (એન. સી. પી.)
(૪) રણમલ સોલંકી (ભાજપ) લાખા સામત (એન. સી. પી.)
હજુ સુધી કોંગ્રેસનો એક પણ ઉમેદવાર વિજેતા થયેલ નથી, એટલું જ નહી બીજા નંબરે પણ આવેલ નથી. હજુ મત ગણતરી ચાલુ છે.