અમરેલી પાલિકામાં ભાજપની વિજયકૂચ
અમરેલી વોર્ડ નં.૩ ના વિજેતા ઉમેદવાર નજરે પડે છે. (તસ્વીર : અરવિંદ નિર્મળ - અમરેલી)
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર : અમરેલી જીલ્લામાં પાંચ નગરપાલિકાઓ ૧૧ તાલુકા પંચાયતો અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં આજ સવારે મતગણતરીનો પ્રારંભ થયો હતો. પોલીસના સજજડ બંદોબસ્ત સીાથે મતગણતરીનો પ્રારંભ થયો છે.
પોસ્ટલ બેલેટ બાદ મતોની ગણતરી ધીમી ગતીએ શરૂ થતા આ લખાય છે ત્યારે અમરેલી શહેરના વોર્ડ નં.૧માં ભાજપાએ ખાતુ ખોલાવીયુ હતુ. વોર્ડ નં.૧માં ભાજપના રેખાબેન રાણવા (ર) અપશાનાબેન કુરેશી (૩) અમીતભાઇ (૪) અકરમભાઇ કાજી વિજેતા બન્યા હતા. જયારે આંકડીયા તાલુકા પંચાયતની બેઠકમાં ભાજપના ઉમેદવારો વિજય થયા હતા. આમ શરૂઆતથી જ ભાજપાએ મેદાન માર્યુ.વોર્ડ નં.૩માં કુુલુંદબેન બ્રિજેશભાઇ નિલેશભાઇ ધાધલ, ખુશ્બુબેન ભટ્ટ, જયાબેન બારૈયા ભાજપના વિજેતા થયા છે.
વોર્ડ નં.રમાં ભાજપના ઉમેદવાર સુરેશભાઇ શેખવા, તુલસીભાઇ મકવાણા, બીનાબેન વણઝારા, શીતલબેન ઠાકરનો વિજય થયો છે.