News of Tuesday, 2nd March 2021
જસદણ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર ઇલાબેને પરિણામ પહેલાં મતદારોનો આભાર માન્યો
(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા. ર :.. તાલુકા પંચાયતના આટકોટ પરથી ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર ઇલાબેન નિલેશભાઇ જોટંગીયા ચૂંટણીના પરિણામ પહેલા જ વહેલી સવારથી આટકોટના પોતાના મતદારોના ઘેર ઘેર જઇ તેમનો આભાર માન્યો હતો પ્રથમવાર ભાજપ માંથી ચૂંટણી લડી રહેલાં ઇલાબેનએ જણાવ્યું હતું કે જીત પછી તો દરેક ઔપચારિકતાથી આભાર માનતા હોય છે પણ પરિણામ પહેલાં આભાર માનવો તે ખરેખર હૃદયથી કરેલું કાર્ય છે.
(1:04 pm IST)