સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

મોરબી વોર્ડ ૦૮માં ભાજપ વિજેતા, ટંકારામાં ભાજપે તો વાંકાનેરમાં કોંગ્રેસે ખાતુ ખોલાવ્યું

મોરબી, તા.૨: મોરબી વોર્ડ ૦૮ માં ભાજપની પેનલ વિજેતા થઇ છે. ટંકારામાં ભાજપે તો વાંકાનેરમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે.

મોરબી પાલિકામાં વોર્ડ ૦૮ માં ભાજપની પેનલ વિજેતા બની છે જયારે ટંકારા તાલુકા પંચાયતમાં ભાજપ તો વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે

મોરબી પાલિકાની વોર્ડ ૦૮ માં ભાજપ પેનલ વિજેતા બની છે વોર્ડના ભાજપ ઉમેદવાર મંજુલાબેન દેત્રોજા, પ્રભુભાઈ ભૂત, દિનેશ કૈલા અને ક્રિષ્નાબેન દસાડીયા વિજેતા જાહેર થયા છે.

જયારે ટંકારા તાલુકા પંચાયતની ધુનડા બેઠકમાં ભાજપના ઉમેદવારનિમુબેન ડાયાલાલ ડાંગર વિજેતા તો વાંકાનેર તાલુકા પંચાયતની ચન્દ્રપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇસ્માઇલભાઈ વિજેતા થયા છે.

(1:02 pm IST)