સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

મધ્યપ્રદેશમાંથી સગીરાનું અપહરણ કરનાર રફાળેશ્વર નજીકથી ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨ : મધ્યપ્રદેશ રાજયના શહડોલ જીલ્લામાંથી સગીરાનું અપહરણ કરનાર ઇસમની તપાસમાં એમપી પોલીસ મોરબી આવી હોય ત્યારે મોરબી પેરોલ ફર્લો સ્કવોડની મદદથી આરોપીને રફાળેશ્વર પાસેથી ઝડપી લેવાયો છે.

મધ્યપ્રદેશ રાજયના શેહડોલ જીલ્લાના બ્યોહારી પોલીસ મથક વિસ્તારમાંથી સગીરાનું ૨૦૧૮ની સાલમાં અપહરણ થયું હોય જે બનાવની તપાસમાં એમપી પોલીસ ટીમ મોરબી આવી હોય જેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ સાથે રહી આરોપીની તપાસ ચલાવી હતી. જેમાં આરોપી સુનીલ ઉર્ફે સનમ શ્રીજવાહર બસૌર (ઉ.વ.૨૨) રહે રાજસ્થાન વાળાને મોરબી રફાળેશ્વર ગામ શિવમ ઇસ્ટેટ સામે આવેલ ગેલેક્ષી પેકેજીંગ કારખાનામાંથી ઝડપી લેવાયો છે તેમજ ભોગ બનનારને પણ શોધી કાઢવામાં સફળતા મળી છે.

(11:58 am IST)