સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

અનીડા ભાલોડીમાં વાડીના કુવામાં ઇલે.મોટર ઉતારતી વખતે અશોક નાયક કુવામાં પડયોઃ મોત

રાજસ્થાની યુવાને રાજકોટની હોસ્પીટલમાં દોમ તોડી દીધો

રાજકોટ, તા., ૨: ગોંડલના અનીડા ભાલોડી ગામ પાચસે વાડીના કુવામાં ઇલેકટ્રીક મોટર ઉતારતી વખતે પડી જતા રાજસ્થાનના યુવાનનું રાજકોટની હોસ્પીટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ અનીડા ભાલોડી  ગામ પાસે આવેલી વિજયભાઇની વાડીમાં કામ કરતો રાજસ્થાનનો અશોક બાબુભાઇ નાયક (ઉ.વ.રપ) ગઇકાલે વાડીના કુવામાં ઇલેકટ્રીક મોટર ઉતારતો હતો ત્યારે એકાએક કુવામાં પડી જતા તેને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પીટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર  દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી.એચ.બુટાણી સહીતે પ્રાથમીક કાગળો કરી ગોંડલ મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:57 am IST)