સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

ભાવનગર જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ત્રણ નગર પાલીકામાં ભાજપની વિજયકૂચ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ૨: ભાવનગર જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહુવા, પાલીતાણા અને વલ્લભપુર નગર પાલીકાની રવીવારે યોજાયેલ ચુંટણીની મતગણતરી આજે સવારે શરૂ થઇ હતી. ચુસ્ત બંદોબસ્ત હેઠળ મતગણતરી કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

પરીણામો જાહેર થવા લાગતા મહુવા નગરપાલીકા વોર્ડ નં. ૧ માં  ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના ઉમેદવારો અમૃતબેન ગોહીલ, દાઉદભાઇ સોરા, મંગળભાઇ ચૌહાણ અને મંજુબેન સાંડીલ વિજેતા બન્યા છે.

જયારે મહુવા નગર પાલીકામાં વોર્ડ નં. ર માં કોંગ્રેસમાં ૩ અને ભાજપનાં ૧ ઉમેદવાર વિજય બન્યા છે.

વલ્લભપુર પાલીકામાં વોર્ડ નં. ૧ માં ભાજપની પેનલ વિજયી બની છે.

સિહોર તાલુકા પંચાયતની આંબલા, પીપળીયા, ધાંધળી, મોટાસુરકામાં ભાજપનાં ઉમેદવારો વિજય બન્યા છે.

(11:49 am IST)