તળાજાના ચુડી ગામે છેડતી કરી એક જ પરિવારના સાત સભ્યો પર હુમલો
ભાવનગર તા.૧ : તળાજા ના દિહોર નજીક આવેલ ચુડી ગામના ખેત મજુર પરિવારની દીકરીની છેડતી બાબતે એકજ પરિવારના સાત સભ્યો પર હુમલો.કરવામાં આવ્યો હતો. ઘરની નજીક રહેતા મહિલા સહિત પાંચ હુમલાખોર વિરુદ્ઘ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
એક તરફ મતદાન ચાલતું હતું એ જ સમયે પોલીસ ની હાજરી નો પણ લગરીકેય ડર રાખ્યા વગર જૂની અદાવત અને છોકરીને છેડતી બાબતે સાત વ્યકિતને મૂંઢ માર પાંચ વ્યકિત દ્વારા મારમારવામાં આવ્યો હતો.
જેને લઈ સોનાબેન ભરતભાઈ માનસુદા,બાબભાઈ હીરાભાઈ,ગવુંબેન ભરતભાઇ,લાડૂબેન બાબભાઈ,કલ્પેશ ભરતભાઇ,આરતી ભરતભાઇ,હીનાબેન ભરતભાઈ ને સારવાર અર્થે તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ. અહીંથી પાંચ આરોપીઓ જગા છગનભાઇ, ઘુઘા ઓધાભાઈ, નિતેષ સવજીભાઈ, સવજી બાવચંદભાઈ, ટીણાબેન વિરુદ્ઘ તળાજા પોલીસ ને ફરિયાદ નોંધવાવમાં આવી હતી. જૂની અદાવત અને છેડતી હુમલાનું કારણ દર્શાવવામાં આવેલ.
લાડૂબેન માનસુદા એ જણાવ્યું હતુંકે પોતે મતદાન કરીપરત આવતા હતા. એ સમયે પોતાના પરિવારની દીકરીને માર મારતા હતા. રસ્તામાં પોતાને પણ મારમારવામાં આવ્યો હતો.