સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

ધોરાજી અને જામકંડોરણા તાલુકા અને જિલ્લા પંચાયત ની મતગણતરીનો ધોરાજીની ભગવતસિંહજી હાઇસ્કુલ ખાતે પ્રારંભ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી અને જામકંડોરણા તાલુકા અને જિલ્લા પંચાયત ની મતગણતરી આજે સવારે નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે પ્રારંભ થયેલ છે

ધોરાજીના ડેપ્યુટી કલેકટર અને જિલ્લા પંચાયત ૪  શીટના ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા ગૌતમ મિયાણી એ જણાવેલ કે ધોરાજી તાલુકા પંચાયત તેમજ જામકંડોરણા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બંને તાલુકાની બન્ને તાલુકાની 4 સીટ ની મતગણતરી ધોરાજી નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે પ્રારંભ થયેલ જે અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે

 ઇવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમ મા રાખવામાં આવ્યા છે તેમની  બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

આજે સવારે 9.00 કલાકે  મત ગણતરી નો પ્રારંભ કરવામાં આવેલ ભગવતસિંહજી હાઇસ્કુલ માં કુલ પાંચ હોલ પર  ગણતરી પ્રક્રિયા નો પ્રારંભ કરવામાં આવેલ ચાર હોલ માં તાલુકા પંચાયત ની મત ગણતરી અને એક હોલ માં જિલ્લા પંચાયત ની મત ગણતરી થશે

જિલ્લા પંચાયત ની મત ગણતરી માટે 10 ટેબલ  16 રાઉન્ડ માં મતગણતરી યોજાશે 

તાલુકા પંચાયત ની મતગણતરી માટે દરેક હોલ માં પાંચ ટેબલ પર થશે ગણતરી  કોરોના ની મહામારી ને કારણ સરકાર ની ગાઈડ લાઇન ને અનુસાર મત ગણતરી કેન્દ્ર પર આરોગ્ય ટીમ  તેનાત રાખવામાં આવેલ થર્મલ ગન દ્વારા સકેનીગ કર્યા બાદ મતગણતરી કેન્દ્ર માં પ્રવેશ આપવામાં આવેલ આરોગ્ય વિભાગ ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ સવારે 08:00 કલાકે નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતેથી રાજકીય પાર્ટીના કાઉન્ટિંગ એજન્ટોને પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ ઉમેદવારો ને પ્રવેશ આપવામાં આવ્યો હતો બાદ ઉમેદવારોની હાજરીમાં ઇવીએમ મશીન strong room મશીન ખોલવામાં આવ્યા હતા બાદ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો

મતગણતરી કેન્દ્ર ની બહાર 300 મીટર સુધી વાહનો માટે પ્રવેશ બંધ રાખવામાં આવેલ આ સાથે ધોરાજી તાલુકા પંચાયત ચુંટણી મતગણતરી સમયે ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા તાલુકા વિકાસ અધિકારી જાડેજા જામકંડોણા તાલુકા મામલતદાર લુણાગરિયા તાલુકા વિકાસ અધિકારી વ્યવસ્થાના ભાગરૂપે કર્મચારીઓ સાથે કામગીરી હાથ ધરવામાં આવેલ

આજે સવારથી જ મતગણતરીનો પ્રારંભ કરવામાં આવેલ છે આ બાજુ ત્યારે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા પી.એસ.આઇ નયનાબેન કદાવલા પીએસઆઇ શૈલેષ વસાવા તેમજ જામકંડોરણાં અને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ તેમજ ધોરાજી પોલીસ હોમગાર્ડ જવાનો ગ્રામ રક્ષક દળ તેમજ એસઆરપી જવાનો ખડે પગે બંદોબસ્ત ગોઠવાયો છે

(9:37 am IST)