સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

જામનગરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોખંડી ત્રિસ્તરીય સુરક્ષા સાથે મતગણતરી શરૂ : મતગણતરી દરમ્યાન ભાજપ-કોંગ્રેસ સહિતની રાજકીય પક્ષોના ઉમેદવારોના સમર્થકો પરિણામ જાણવા કાઉન્ટીગ સેન્ટરની બહાર ઉમટયા

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર : જામનગરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે સવારથી ઓશવાળ સેન્ટર ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતની 8 બેઠકોની મતગણતરી શરૂ થઈ હતી. સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોખંડી ત્રિસ્તરીય સુરક્ષા સાથે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. મતગણતરી દરમ્યાન ભાજપ-કોંગ્રેસ સહિતની રાજકીય પક્ષોના ઉમેદવારોના સમર્થકો પણ પરિણામ જાણવા કાઉન્ટીગ સેન્ટરની બહાર જોવા મળ્યા હતા. (તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(9:28 am IST)