સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd February 2023

ઉનાના કંસારીમાં મારૃ રાજપુત સમાજના સમૂહ લગ્ન યોજાયા : ૧૮નવ દંપતીઓના પ્રભૂતામાં પગલા

 (નવીન વોષી દ્વારા) ઊના તાલુકાના કસારી ગામે મારૃ રાજપૂત સમાજ અને એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ૩૦મો સમુહ લગ્ન ઉત્સવ યોજાયો હતો.

 સમુહ લગ્નમાં સમાજના પ્રમુખ કાળુભાઈ ડાંગોદ્રા એ સંકુલમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો અને તમામ લોકો એ સલામી આપી સમુહ રાષ્ટ્ર ગીત ગાઈ પ્રારંભ કર્યો હતો બાદ ભૂદેવો એ શાસ્ત્રોકત વિધિ થી મંત્રોચ્ચાર કરી સમાજના ૧૮નવયુગલોને લગ્ન ગ્રંથીથી જોડાયાં હતાં સમૂહ લગ્ન સાથે સન્માન સમારોહમાં ઊનાના ધારાસભ્ય કાળુંભાઈ રાઠોડ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપેલ હતાં આ પ્રસંગે યોજાયેલ સરસ્વતિ સન્માન સમારોહમાં સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સનમાન કરાયું હતું સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા આગેવાનોએ જાગૃત બનવા કહેલહતુ  તેમજ સમૂહ  જ્ઞાતિ ભોજન બાદ વર કન્યાઓને ભેટો આપી વિદાય કરવામાં આવેલા હતા.

(12:40 pm IST)