ચલાલામાં ભુલથી એસીડ પી લેતા મુસ્લિમ પરિણીતાનુ મોત
અમરેલી તા.૨: ચલાલામાં રહેતી અફરોજાબેન અરજદખાન પઠાણ ઉવ.૨૫ કોઇ માનસીક ઝપટ આવવાની બીમારી હોય જેઓ તાંત્રિક સારવાર માટે દરગાહનું મંત્રેલ પાણીની બાજુમાં એસિડની બોટલ પડેલ હતી તે રાત્રીના અંધારામાં એસિડ ભૂલથી પી જતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યાનું ચલાલા પોલીસમાં અરજદખાન ઇસ્માઇલખાન પઠાણે જાહેર કર્યુ છે.
અમરેલી મફતપરામાં બાઇક પર શુકામ સાથે જાય છે તેવું જણાવી હુમલો કર્યો
મફતપરા વિસ્તારમાં ફારૂકભાઇ અલીભાઇ તરકવાડીયા રે.અમરેલી પોતાનું બાઇક લઇને તેમની સાથે બેઠેલ અન્ય એક શખ્સને તેજસ કાળુ રાઠોડ, વિક્રમ કાળુભાઇ રાઠોડે શુકામ બાઇકમાં સાથે ગયો તેવું જણાવી માર મારતા ફારૂકભાઇ વચ્ચે પડતા અને ગાળો બોલવાની પાડતા ઝપાઝપી દરમિયાન કપાળમાં ધારીયું માર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
વંડાથી કુંડલા જતા ગૌશાળા રોડ પર બાઇક ઉભુ રખાવી માર મારી લૂંટ ચલાવી
અમરેલી, વંડાથી સાવરકુંડલા જતા રોડ ઉપર ગૌશાળા નજીક પીયાવા ગામના જસુભાઇ શાર્દુળભાઇ ખુમાણ પોતાનું બાઇક લઇને જતા હતા ત્યારે લખુ વિક્રમ સાંધડ રે.મેવાસા વાળાએ બાઇક ઉભુ રખાવી પાઇપ વડે હાથે-પગે માર મારી ફેકચર કરી પેંટના ખીસ્સામાંથી રોકડ રૂ.૨૦ હજાર અને ગળામાં પહેરેલ સોનાનો ચેઇન ૩૫ હજારની કિંમતનો મળી કુલ રૂ.૫૫ હજારની માલ મતાની લુંટ ચલાવી નાસી ગયાની વંડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ખાંભાના જામકામાં છોકરીને ભગાડી જવા બાબતે મારામારી
દુલાભાઇ રામભાઇ જોલાપુરા રે.જામકાના કાકાની દીકરીને કાળાભાઇનો દિકરો ભગાડી ગયાનું મન દુઃખ રાખી કાળા ટપુ સોલંકી મનુ કાળા, ભગા આતુ. આતુટપુ, સામતભાઇ રવજીભાઇ રે.જામકાવાળાઓએ ગાળો બોલી ગેરકાયદેસર મંડળી રચી કુહાડી વડે મુંઢ ઇજા પહોંચાડયાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે જયારે સામા પક્ષે સામતભાઇ મશરીભાઇ સોલંકી રે.જામકાવાળાએ હમીર પીઠા, દુલા રામ, નના રામ, મંગા પીઠા જોલાપરા રે.જામકાવાળાએ કુહાડી અને પાઇપ વડે માથામાં જીવલેણ ઘા મારી ઇજા પહોંચાડ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૦૭/૩૨૪/૩૨૩/૫૦૪/૫૦૬/ ર મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.