ગોંડલના રાવણાગામ પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર એલસીબીએ ઝડપી લીધી
૧.ર૯ લાખનો દારૂ સહિત ૩.૩૦ લાખના મુદામાલ સાથે બેની ધરપકડ
તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો અને કાર નજરે પડે છે.(૬.૨૨)
રાજકોટ તા. ૧ :.. ગોંડલના રાવણા ગામ પાસેથી દારૂ ભરેલી કાર રૂરલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી.
પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહી. જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરતા રૂરલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્. એ. આર. ગોહીલ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ. સી. બી. શાખાના સ્ટાફના પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, પો. કોન્સ. રહિમભાઇ દલ તથા પો. કોન્સ. પ્રણયભાઇ સાવરીયા નાઓને સંયુકત મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકાના રાવણા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ સફેદ કલરની હુન્ડઇ કંપનીની વર્ના કાર જેના રજીસ્ટર નં. જી.જે. ૦૧-૬૩૮૧ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૩૭૧ જેની કિં. રૂ. ૧,ર૯,૩૦૦ તથા કાર સાથે મળી કુલ રૂ. ૩,૩૦,૩૦૦ ના મુદામાલ સાથે ડ્રાઇવર ઉદયસિંહ લીમસિંહ ઉર્ફે લેબસિંહ સીસોદીયા ઉ.૩પ ધંધો, ડ્રાઇવીંગ રહે. અદવાસ તા. ગીરવા જી. ઉદયપુર (રાજસ્થાન) તથા કલીનર ભુપતભાઇ હાદાભાઇ વાળા ઉ.૩ર રહે. લાલવદર ગામ તા. જી. અમરેલીને પકડી પાડી તાલુકા પોલીસને હવાલે કરાયા હતાં.
જયારે રવિ વલકુભાઇ કરપડા રે. રાવણાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
આ કાર્યવાહીમાં એલસીબીના પો. સબ. ઇન્સ. એસ. જે. રાણા, એ. એસ. આઇ., મહેશભાઇ જાની, એ. એસ. આઇ. અમીતસિંહ જાડેજા પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, પો. હેડ કોન્સ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, પો. કોન્સ. રહીમભાઇ દલ, ભાવેશભાઇ મકવાણા, પ્રણયભાઇ સાવરીયા, નરેન્દ્રભાઇ દવે, અમુભાઇ વિરડા, અનિરૂધ્ધસિંહ જાડેજા તથા સાહીલભાઇ ખોખર સહિતનો સ્ટાફ જોડાયો હતો.