સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st December 2021

મોરબી માતાજીના માંડવામાંથી ખોવાયેલી બાળકીને શોધી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું.

બી ડીવીઝન પોલીસે બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું.

મોરબી શહેરમાં પરિવારથી વિખુટી પડી ગયેલ બાળકીનું બી ડીવીઝન પોલીસે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું

મોરબીના પ્રજાપતિ કારખાના પાસે દેવીપુજક વાસમાં રહેતા કરણભાઈ કેતનભાઈ ચોવીસીયાએ બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરી હતી કે તેના સસરા પક્ષમાં માતાજીનો માંડવો હોય જ્યાં ઘણા માણસો આવ્યા હોય ત્યારે તેની દીકરી દયા (ઉ.વ.૦૫) બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ભાગ લેવાનું કહીને ગઈ હતી અને બાદમાં દોઢ બે કલાક સુધી બાળકી મળી આવી ના હતી જેથી બી ડીવીઝન પોલીસે તુરંત બાળકીની શોધખોળ હાથ ધરી હતી જેમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી બાળકીની વિગતો મોકલી પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી હતી

જેમાં મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા મણીલાલ ગામેતીએ પોલીસ સ્ટેશન ઓફિસર વાલ્ભા ચાવડાને જાણ કરી હતી કે ભાયલાલભાઇ લક્ષ્મણભાઈ વરમોરાના કારખાના પાસે એક બાળકી મળી આવી છે જેથી બી ડીવીઝન પીએસઆઈની ટીમ તુરંત સ્થળ પર પહોંચી બાળકી દયા (ઉ.વ.૦૫) વાળીને શોધી કાઢી હતી અને માતાપિતાને સોપી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

(11:53 am IST)