સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

ભુજ જેલમાં બંધ પાકિસ્તાની કેદીનું મોત

ભુજ:કચ્છની જેલમાં બંધ વધુ એક વધુ પાકિસ્તાની કેદીનું મોત નીપજ્યું છે. ૩૨ વર્ષીય અબ્દુલ સૈયદ નામના આ પાકિસ્તાની કેદીને આજે સવારે બીમારી સબબ ભુજની સરકારી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મૂળ પાકિસ્તાનના બગ્ગા નો આ પાકિસ્તાની યુવાન ૨૦૧૦ માં ભુજની નરા બોર્ડર ઉપરથી ઝડપાયો હતો. ભુજની જેઆઇસી જેલમાં બંધ આ મૃતક પાકિસ્તાની ઝડપાયો ત્યારે માનસિક અસ્વસ્થ હતો અને તેને ટીબીની બીમારી હોવાનું જેઆઇસીના પી.આઇ. પી.એચ. લગધીરકાએ જણાવ્યું હતું. આ બનાવની તપાસ ભુજ બી ડિવિઝન પીઆઈ વસાવાએ હાથ ધરી છે

(10:34 pm IST)