સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

ધોરાજીના ખેડૂત અગ્રણીઓ દ્વારા કૃષિબીલના વિરોધમાં આવેદનપત્ર અપાયું

હવે ખેડૂતોને આવા લોભામણા વચનો પર વિશ્વાસ નથી. ખેતીના ખાનગી કરણ થી ખેડૂતો પાયમાલ થઈ જશે.

ધોરાજી :હાલ કૃષિબીલ નો વિરોધ રાષ્ટ્રીય સ્તરે ગાજી રહ્યો છે.ત્યારે આજરોજ ધોરાજી પ્રાંત કચેરી ખાતે ખેડૂત આગેવાનો દ્વારા કૃષિબીલના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

  ઉપલેટાના ખેડૂત અગ્રણી ડાયાભાઈ અને ધોરાજી ખેડૂત અગ્રણી પંકજભાઈ હિરપરા સહિત ખેડૂતોએ લેખિતમાં આવેદનપત્ર પાઠવી ખેડૂતો પર લાવનારા કાળા કાયદાનો વિરોધ કર્યો હતો.
અને જણાવેલકે વડાપ્રધાન દ્વારા અગાઉ પણ અનેક જાહેરાતો કરાઈ હતી. અને તે પોકળ નીકળી  છે.હવે ખેડૂતોને આવા લોભામણા વચનો પર વિશ્વાસ નથી. ખેતીના ખાનગી કરણ થી ખેડૂતો પાયમાલ થઈ જશે.
 આમ ધોરાજી ઉપલેટા ના ખેડૂતો એ સંયુક્ત આવેદન પાઠવી કૃષિબીલનો વિરોધ દર્શાવ્યો હતો.

(6:44 pm IST)