સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

ખંભાળીયા 'શેઈમ-શેઈમ' પ્રકરણઃ યુવકે નિર્વસ્ત્ર કરનાર ૫ શખ્સો સામે ફરીયાદ કરી

ક્રિકેટના સટ્ટાના કેસ મુદ્દે ફેસબુકમાં લાઈવ ચર્ચા કરતા આ મુદ્દે માર મારીને વસ્ત્રો ઉતારી દીધા બાદ ધમકી આપી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ચંદુભાઈ અરજણભાઈ રૃડાચ (ગઢવી)ને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવનાર ૫ વ્યકિતઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી છે.

આ અંગે ફરીયાદી ચંદુ રૃડાચે જણાવ્યુ હતુ કે ખંભાળીયામાં ક્રિકેટના સટ્ટાનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમા આરોપીઓ બાબતે ફેસબુકમાં લાઈવ ચર્ચા કરી હતી. જેથી મનદુઃખ રાખીને આરોપી ભારા જોધા ભોજાણી, કાના જોધા ભોજાણી, પ્રતાપ ભોજાણી, કિરીટ ભોજાણી, માણસી ભોજાણી સહિતનાએ નિર્વસ્ત્ર કરીને માર મારીને ઈજાઓ કરી હતી. તેમજ મોબાઈલ પણ તોડી નાખ્યો હતો અને ખૂનની ધમકી પણ આપી હતી.

આ બનાવ અંગે ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર સી.બી. જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી છે.

(4:58 pm IST)