સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

દ્વારકાના ધ્રેવાડ પાસે અકસ્માતમાં ૪ના મોત

કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ૩ પુરૂષ અને ૧ મહિલાનો ભોગ લેવાતા અરેરાટી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધ્રેવાડ ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ૪ના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાના ધ્રેવાડ ગામ પાસે આજે બપોરે કાર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો અને કાર ટ્રકમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં ૩ પુરૂષો અને ૧ મહિલાનું મોત નિપજ્યુ હતું. મૃતકોને દ્વારકા પોસ્ટમોર્ટમ માટે ખસેડેલ છે.

આ અકસ્માતમાં જૈમીન હરદેવભાઈ ઠાકર (ઉ.વ. ૧૯), પાનસિંહ ભૂપતસિંહ રાજપૂત (ઉ.વ.૨૬) અને મહેન્દ્રસિંહ ઠાકર (ઉ.વ. ૩૦) તથા એક મહિલાનું મોત નિપજ્યુ છે.

આ બનાવ અંગે દ્વારકા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાબડતોબ સારવાર શરૂ કરી હતી.

(4:44 pm IST)