સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

જામજોધપુરમાં પોલીસ, મામલતદાર, નગરપાલિકાના સ્ટાફનું જોઇન્ટ ફૂટ પેટ્રોલીંગ

જામજોધપુરઃ હાલની કોરોના સંક્રમણ પરિસ્થિતિ ને ધ્યાને લઈ સરકારશ્રીની ગાઈડલાઈનની અમલવારી કરાવવા તથા લોકોમાં જાગૃતતા સંદર્ભે શહેરના વિવિધ વિસ્તારોમાં મામલતદાર ,પોલીસ સ્ટાફ તથા નગરપાલિકા સ્ટાફ દ્વારા વિવિધ વિસ્તારોમાં જોઈન્ટ ફૂટ પેટ્રોલીંગ' દ્વારા સોશિયલ ડિસ્ટનશીંગ અને માસ્કને લઈ સયુંકત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં જે લોકો વગર માસ્ક બાંધી લટાર મારતા લોકોને દંડ ફટકારવામાં આવ્યાં હતાં.(તસ્વીર-અહેવાલઃ દર્શન મકવાણા જામજોધપુર)

(11:41 am IST)