સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

ઉના નવા બંદરમાં ૩.૮૦ લાખની સુકી મચ્છીની ચોરીનો ભેદ ઉકેલાયો : ૪ શખ્સો સામે ગુન્હો

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૧: નવા બંદરમાં અઠવાડિયા પહેલા ૨૧૯૬ કિલો રૂ. ૩ લાખ ૮૦ હજાર ૯૧૨ની સુકી મુચ્છીની ચોરીનો ભેદ ઉકેલી ૪ લોકોને પકડી પાડ્યા છે. ચોરી થયેલ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગુન્હો નોંધ્યો છે.

નવા બંદર ગામે અઠવાડિયા પહેલા દુકાનમાં દરવાજાના તાળા તોડી તેમાં રાખેલ સુકી મચ્છી બુમલાના કોથળાની કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ દાખલ કરતા પી.એસ.આઇ પરમાર, હેડ કોન્સ. પ્રવિણ મોરી, હરેશભાઇ ભેડા સહીતના સ્ટાફે જુદી જુદી ટીમ બનાવી સગડ મેળવતાં ૪ લોકો મહમદ સાબીર ઇકબાલ ચોરવાડા રે-ઉના (૨) ઇબ્રાહીમ ઉર્ફે ઝડુ નુરમહમદ રે- નવાબંદર (૩) હજીફ ઉર્ફે હનીદ આંગળી હસનભાઇ રે નવાબંદર  (૪) મહમદ શર્ફી ઉર્ફે મનો સાબરી સૈયદ રે. નવાબંદરને પકડી આકરી પુછપરછ કરતા તેમણે સુકી મચ્છીનાં બુમલાના  ૬૬ બોરા (કોથળા) જેનુ વજન ૨૭+૬ કિલો રૂ. ૩ લાખ ૯૦ હજાર ૯૧૨નો મુદ્દામાલ કબ્જે કરી પાંચમાં આરોપી ૧ રમીઝ ઇસ્મઇલ સાપલડ રે. પ્રભાસ પાટણનું નામ ખુલતા પકડવા તજવીજ હાથ ધરી છે.

(11:38 am IST)