પ્રેમસંબંધની શંકાએ મોટી પાનેલી ગામે સંજય કોળી ઉપર બેનો છરીથી હુમલો
મનસુખ તથા ભોલા વિરમગામા સામે પોલીસમાં ફરિયાદ
રાજકોટ તા. ૧ : ભાયાવદરના મોટી પાનેલી ગામે પ્રેમસંબંધની શંકાએ કોળી યુવક ઉપર બે શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો.
મળતી વિગતો મુજબ મોટી પાનેલી ગામે જુના કોળીવાસમાં રહેતા સંજય ભીમાભાઇ પરમાર (ઉ.૨૦) ઉપર તે જ ગામના મનસુખ ધનજી વિરમગામા તથા ભોલા કાના વિરમગામા રહે. સતાપર તા. જામજોધપુરએ છરીથી હુમલો કરી ઇજા કરી હતી તેમજ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
ઇજાગ્રસ્ત સંજયને આરોપી મનસુખની પત્ની સાથે પ્રેમસંબંધ હોય અગાઉ મારામારી થયેલ હતી અને હાલમાં પણ આરોપી મનસુખને તેની પત્ની સાથે સંજયને પ્રેમસંબંધ હોવાની શંકાએ ખાર રાખી મનસુખ તથા ભોલાએ હુમલો કર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત સંજયની ફરીયાદ ઉપરથી ભાયાવદર પોલીસે ઉકત બંને શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ હેડ કો. જે.ડી.મજેઠીયા ચલાવી રહ્યા છે.