સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

કોડીનારમાં આત્મનિર્ભર માટે વર્કશોપ

કોડીનારઃ અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશનના ધન્વંતરિ ફાર્મર પ્રોડ્યુસર કમ્પની -કેસરિયા તા.ઉના અને સોમનાથ ફાર્મર્સ પ્રોડ્યુસર કમ્પની-કોડીનારમાં 'પુનઃપ્રાપ્ય ઉર્જા પર ચાલી શકે એવા લઘુઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય,બિઝનેસ પ્લાન અને માર્કટિગની તાલીમ આવે છે. ગ્રામ્ય અર્થવ્યવસ્થા મજબૂત અને ખેડૂતો આત્મનિર્ભર બનાવવા તેમજ ખેડુતો પોતાના પાક અથવા ખેતરમાં થતી વસ્તુઓનું મૂલ્યવર્ધન કરી વધુ આવક મેળવતા થાય એવા હેતુ સાથે આ બન્ને એફપીઓ દ્વારા કર્ણાટક સ્થિત 'સ્નેહાકુંજા ટ્રસ્ટ' સાથે જોડાણ કરી અને ખેડૂતોને મદદરૂપ થઇ રહયા છે. આ ઉપક્રમે તાજેતરમાં ધન્વંતરિ ફાર્મર પ્રોડ્યુસર કમ્પની-કેસરિયા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.(તસ્વીર-અહેવાલઃ અશોક પાઠક. કોડીનાર)

(9:24 am IST)