સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

કેશોદમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહીત સાત ઝડપાયા

પટેલ રોડ પર આવેલા સુતારવાવ ચોક પાસે ગલીમાં જાહેરમાં જુગાર રમતા પતા પ્રેમીઓ પાસેથી રોકડ રકમ 7450 કબ્જે કરાયા

કેશોદના ધમધમતા વિસ્તારમાં જુગાર રમતાં ચાર મહિલા અને બે પુરુષો ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. કેશોદ શહેરમાં પટેલ રોડ પર આવેલા સુતારવાવ ચોક પાસે ગલીમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં કુંડાળું કરીને જુગાર રમતાં પત્તાપ્રેમીઓ ઝડપાયાં છે.

કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.હેડ કોન્સ્ટેબલ બહાદુરસિંહ ભલગરીયા, ભાવસિંહ સીસોદીયા,કનકભાઈ સીસોદીયા, દિલીપભાઈ પરમાર અને કોમલબેન ડાંગર દ્વારા સાંજના સુમારે ૭-૪૫ કલાકે રેડ કરતાં જાહેરમાં જુગાર રમતાં નિમુબેન નામુભાઈ દયાતર,વનીતાબેન લલીતભાઈ ગોહેલ, જયોતીબેન અમરદાસ મેસવાણીયા,રૂપીબેન લખુભાઈ દાસા, નીલેશભાઈ લખુભાઈ દાસા, વિજયભાઈ સુરેશભાઈ મેઘનાથીને રોકડા રૂપિયા ૭૪૫૦ સાથે ઝડપી પાડી જુગાર ધારાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:40 pm IST)